રાજકોટ ખાતે વાંકાનેર મોમીન સમાજની ગર્લ્સ હોસ્ટેલની કામગીરી સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા….

રાજકોટ ખાતે વાંકાનેર મોમીન સમાજની દિકરીઓ માટે હોસ્ટેલ નિર્માણ કામગીરી કરતાં મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલન હેઠળ રાતીદેવરી–પંચાસર રોડ પર સૌપ્રથમ વખત સમસ્ત મોમીન સમાજ માટે ” મોમીન રત્ન સન્માન સમારોહ “નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વાંકાનેર મોમીન સમાજના બહુવિધ પ્રતિભા સંપન્ન ચમકતા તારલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું….

આ તકે સમસ્ત વાંકાનેર મોમીન સમાજમાંથી શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ તથા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને હોસ્ટેલ નિર્માણ કામગીરીના સખી દાતાઓના હસ્તે “મોમીન રત્ન” પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા….

આ તકે મહાનુભાવો દ્વારા જણાવાયું હતુ કે, આ સમારોહનો મુખ્ય હેતુ સમાજના યુવાનોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું અને સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવી છે. આ સાથે જ રાજકોટ ખાતે મોમીન સમાજની દિકરીઓ માટે નિર્માણાધિન હોસ્ટેલ માટે સમસ્ત મોમીન સમાજને ખુલા દિલથી સહયોગ આપવા જાહેર અપીલ કરાઇ હતી.

આ તકે કાર્યક્રમમાં વાંકાનેર મોમીન સમાજના અગ્રણીઓ, શિક્ષણપ્રેમીઓ, સમાજ સેવકો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો અંત સમૂહ દૂઆ અને આભાર વિધિ સાથે થયો હતો…


