સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય સંતવાણીમાં પધારવા તમામ નાગરિકોને આમંત્રણ….
વાંકાનેર શહેરના મિલ પ્લોટ ચોક ખાતે આવેલ સાત હનુમાનજી મંદિર ખાતે આગામી તા. 06 સપ્ટેમ્બર, શનિવારના રોજ પરમ પૂજ્ય ગુરૂશ્રી 1008 ત્યાગી સુરેન્દ્ર દાસજી મહારાજની 25મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પધારવા સમગ્ર વાંકાનેર પંથકની ધર્મ પ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….
• માંગલીક પ્રસંગો •
તારીખ : 06/09/2025, શનિવાર
સુંદરકાંડ : સવારે 9:30 કલાકે
મહાપ્રસાદ : બપોરે 12:30 કલાકે…
સ્થળ : સાત હનુમાનજી મંદિર -મિલપ્લોટ
સંતવાણી કાર્યક્રમ રાત્રીના 10 વાગ્યાથી ભાટીયા સોસાયટીના સ્મશાન પાસે, મચ્છુ નદીના કાંઠે બાપુના સમાધી સ્થળ ખાતે રાખવામાં આવેલ છે…
• નિમંત્રક •