Monday, June 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો,...

    વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર….

    વાંકાનેર સિટી પોલીસ ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે શહેરના ગોડાઉન રોડ પર મિલ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો, જ્યારે વિદેશી દારૂ-બિયરનો જથ્થો આપી જનાર અન્ય એકને ફરાર દર્શાવી પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના ગોડાઉન રોડ પર મીલ સોસાયટીમાં આરોપી ઇરફાનભાઇ ઇકબાલભાઈ ખોખરના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનના ફળિયામાંથી બે નંગ વિદેશી દારૂની બોટલ, 15 નંગ વિદેશી દારૂના ચપલા તથા 15 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ 7,060 ના મુદ્દામાલ સાથે આરોપી ઇરફાનભાઇ ઇકબાલભાઈ ખોખરને ઝડપી લીધો હતો….

    આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો આરોપી મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા (રહે. મિલપ્લોટ, ડબલ ચાલી, વાંકાનેર) નામનો ઈસમ આપી ગયાની કબુલાત આપતા પોલીસે મોન્ટીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!