વાંકાનેર તાલુકાના મહિકા ગામના યુવાન દ્વારા સરપંચ, તલાટી અને ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ કરેલ હોય, જે બાબતનો ખાર રાખી ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા ગત તા.3ના રોજ અડધી રાત્રે યુવાન પર ધોકા-છરી વડે હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા ફરિયાદી વિજયભાઈ શિવાભાઈ ચાવડા (ઉ.વ. 38) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ મહિકા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હોય, જેની તપાસમાં તા.6ના રોજ ફરિયાદીએ જવાબ માટે માળીયા ટીડીઓ પાસે જવાનું હોય,
ત્યારે ગત તા.3ના રોજ રાત્રીના એકાદ વાગ્યે ફરિયાદી તથા પિતરાઇ ભાઇ ધર્મેન્દ્ર ચાવડા બાઇકમાં ઘર તરફ જઈ રહ્યા હોય ત્યારે કાળા કલરની નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ ફરિયાદ તથા સાહેદ પર ધોકા તથા છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી નાસી ગયા હતા. જેથી આ મામલે ત્રણ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm