વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક ગત તા. ૦૩ ના બપોરના સમયે હાઈવે પર એક બુલેટ અને બાઇક વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત થયું હોય, જે બનાવ મામલે બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી મીહીરભાઈ અશ્વિનકુમાર પોપટ (ઉ.વ. ૨૩)એ વાંકાનેર તાલુકા પોલીસમાં બાઇક નં. GJ 36 AS 7151 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી તેમના બે મિત્રો સાથે બુલેટ બાઇકમાં વાંકાનેર બાઉન્ડ્રી તરફ જઇ રહ્યા હોય,

ત્યારે મહિકા ગામ નજીક ઉપરોક્ત બાઇકના ચાલકે બેદરકારી દાખવી ઇન્ડીકેટર ચાલુ કર્યા વગર તથા કોઇ સંકેત કર્યા વગર અચાનક પોતાનુ બાઇક રોડની સામેની તરફ જવા માટે વાળતાં બંને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા સાહેદ મનદિપસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બે મિત્રોને પણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જેથી આ બનાવમાં પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt




