Monday, March 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મેસરિયા ગામના ખેડૂતો દ્વારા પાક નુકસાની અંગે વળતરની માંગ સાથે આવેદન...

    વાંકાનેરના મેસરિયા ગામના ખેડૂતો દ્વારા પાક નુકસાની અંગે વળતરની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું….

    તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી છે. આ નુકસાનીના યોગ્ય સર્વે અને વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતો દ્વારા આજરોજ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી….

    આ મામલે મેસરિયા ગામના ખેડૂતોએ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે મળી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અચાનક પડેલા માવઠાને કારણે જીરું, રાયડો, ચણા અને ઘઉં જેવા શિયાળુ પાકોને વ્યાપક નુકસાન થયું છે. તૈયાર પાક ખેતરમાં જ નાશ પામતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે અને તેમની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતો દ્વારા રાત-દિવસ મહેનત કરીને તૈયાર કરેલો પાકનો મોંઢે આવેલો કોળિયો છીનવાઈ જવા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક સ્પેશિયલ સર્વે હાથ ધરી યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!