
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ અને ડમ્પરના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય, ત્યારે આ મામલે ફરિયાદોનો દોર યથાવત રહ્યો છે, જેમાં વધુ એક પોલીસ ફરિયાદમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાદ બાઈક ચાલક યુવાન પર બે ઈસમોએ હુમલો કરી માર મારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના મેસરીયા ગામે રહેતા ફરીયાદી રાજદીપભાઈ રવુભાઈ ખવડ (ઉ.વ. ૧૯) પોતાનું બાઇક લઈને ગામ તરફ જઈ રહ્યા હોય, દરમિયાન મેસરીયાના ઢાળીયા પાસે સ્વિફ્ટ કાર નં. GJ-13-CF-1396ના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેમાં કાર રોડ નીચે ઉતરી જતાં તેના ખારમાં કારમાં સવાર આરોપી અજયભાઈ ધીરુભાઈ ભુસડીયા અને વિનુભાઈ કેશુભાઈ ભુસડીયાએ ફરીયાદી યુવાન સાથે મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




