વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં સ્ટેફીના સિરામિક નજીક આવેલા ખરાબામાંથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ગંજીપાના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 10,590 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના માટેલ ગામની સીમમાં સ્ટેફીના સિરામિક પાસે ખરાબમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, ૨). વિનોદભાઈ જોરૂભાઈ સાડમીયા, ૩). રમેશભાઈ કરશનભાઈ સાડમીયા અને ૪). સંજયભાઈ લવીંગભાઈ મણદોરીયાને કુલ રૂ. 10,590 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….