વાંકાનેર તાલુકાના માટેલ ગામે ખોડીયાર સોસાયટી પાછળ આવેલી શેરીમાંથી રાત્રીના સમયે અજાણ્યા ચોર દ્વારા એક હીરો સ્પ્લેન્ડર બાઈકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે, જે અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદી જયદીપભાઈ દિનેશભાઈ ગાંગરીયા (ઉ.વ. ૨૪)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર સોસાયટી પાછળ શેરીમાં તેમનું હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 13 SS 1290 પાર્ક કરી રાખેલ હોય, દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા આ બાઈકની ચોરી કરી લઇ જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં વાહન ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને પગલે પોલીસ તંત્ર દ્વારા સતર્કતા વધારવાની જરૂર જણાઈ રહી છે.



