
વાંકાનેર શહેર ખાતે શિવાનંદ ગ્રુપ અમદાવાદના સૌજન્યથી સંજયભાઈ પટેલ તથા ડો. પ્રિયેશ મહેશભાઈ નાગ્રેચા અને નગરસેવક જીગ્નેશભાઈ નાગ્રેચા દ્વારા માતા સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. જેમાં સરસ્વતી શક્તિ શાળાના જરૂરીયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ તેમજ નાસ્તો કરવવામાં આવ્યો હતા.


સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચા જિનપરાના રહેવાસી હતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જીવનપર્યંત સેવાકાર્યો સાથે સંકળાયેલા રહ્યા હતા. શિક્ષણની સાથે ગરીબોને મદદ કરવી, શિયાળામાં ધાબળા વિતરણ કરવા, ભૂખ્યાને ભોજન આપવું અને બાળકોને બટુક ભોજન કરાવવું એ તેમનો સ્વભાવ હતો. આ સત્કાર્ય થકી માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, ઉપપ્રમુખ હર્ષિત સોમાણી, ભાજપ અગ્રણી ચેતનગિરિ ગોસ્વામી, શાળાના શિક્ષકો અને વિસ્તારના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…




