વાંકાનેર શહેરના ગ્રીનચોકમાં થોડા દિવસ પહેલા એકટીવા અને સાયકલમાં પસાર થતા બાળક વચ્ચે અકસ્માત સર્જાયો હોય, જે બનાવનો ખાર રાખી શહેરની મેઇન બજારમાં આવેલ કાપડના વેપારીને ત્યાં બે ઈસમોએ જઈ ધમાલ મચાવી, બેફામ ગાળાગાળી કરી, વેપારીને માર મારતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મેઇન બજારમાં કપડાની દુકાન ચલાવતા વેપારી ઇમરાનભાઈ દાઉદભાઈ માણકીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈરફાનભાઈ અબ્દુલભાઈ કાજી અને વશીમભાઈ અબ્દુલભાઈ કાજી (રહે. બંને સલોત શેરી, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો પુત્ર એકટીવા બાઇકમાં ગ્રીનચોક નજીકથી પસાર થતો હોય, ત્યારે સાયકલમાં જતાં આરોપીઓના પુત્ર સાથે અકસ્માત સર્જાતા આ બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદીની દુકાને આવી ધમાલ મચાવી, બેફામ ગાળાગાળી કરી ફરિયાદીને ફડાકા ઝીંકી માર મારતાં આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે….



