પૈસાની ઉઘરાણી મામલે ત્રણ ઇસમોએ દુકાનમાં તોડફોડ કરી ગાળાગાળી કરી ધમાલ મચાવી માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ...
વાંકાનેર શહેરની મેઈન બજારમાં ચાવડી ચોક ખાતે આવેલ રાજેશ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં લોનના હપ્તાની ઉઘરાણી મામલે બઘડાટી બોલી હોય, જેમાં પ્રથમ દુકાનદાર પિતા-પુત્ર વિરુદ્ધ મારામારીની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ, આ મામલે મોડીરાત્રીના દુકાનદાર દ્વારા ત્રણ ઇસમો દ્વારા દુકાનમાં તોડફોડ કરી, ધાકધમકી આપી, ધમાલ મચાવી માર માર્યાની વળતી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયદીપભાઇ જીતેન્દ્રભાઈ જયસ્વાલ (ઉ.વ. ૨૫, રહે. નાઇન એવન્યુ સોસા., વાંકાનેર)એ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આરોપી ૧). જયેશભાઈ મહેશ્વરભાઇ ઓઝા, ૨). આકાશભાઈ જયેશભાઈ ઓઝા અને ૩). ઋષભભાઈ જયેશભાઈ ઓઝા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આ બનાવમાં ફરિયાદી પોતાની રાજેશ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં હોય ત્યારે ત્રણેય આરોપીઓ દુકાને આવી પૈસાની ઉઘરાણી કરી, ગાળા ગાડી કરી ઝપાઝપી કરી ફરિયાદી તથા સાહેદ પિતા તથા ભાઈને ઢીકાપાટુનો માર મારી દુકાનમાં રાખેલ કાચની સોડાની બોટલો તથા ગ્લાસના છુટ્ટા ઘા કરી તોડફોડ કરી માર મારી ટાંટીયા ભાંગી નાખવા તથા ચેક રિટર્ન કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આ મામલે આરોપી પિતા-પુત્રો વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t