
ત્રણેય યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીના કાંઠે રાજ્ય સરકાર દ્વારા ખનીજ માટે લીઝ મંજૂર કરવામાં આવી હોય, જેમાં આ લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ જમીન ખાલી કરવાના વિવાદમાં ત્રણ યુવાનોએ આજરોજ બપોરે સજોડે ઝેરી દવા ગટગટાવી લેતા ખળભળાટ મચી ગયો છે, જેમાં ત્રણેય યુવાનોને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના મહીકા ગામની સીમમાં મચ્છુ નદી કાંઠે રાજ્ય સરકાર દ્વારા રેતી માટે લીઝ મંજૂર કરવામાં આવી હોય, જેમાં અહીં બાજુમાં વર્ષોથી નિયત ગ્રામ પંચાયતને ફી ભરી જમીન ધરાવતા ખેડૂતની જમીન લીઝમાં આવતી હોવાનો દાવો કરી લીઝ સંચાલકો દ્વારા જમીન ખાલી કરવા દબાણ કરવામાં આવતું હોય, જેનાથી કંટાળી આજરોજ બપોરે ખેડૂત પરિવારના યશ હરિભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦), કલ્પેશ વિનોદભાઈ બાંભણિયા (ઉ.વ.૨૩) અને વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦) નામના ત્રણે પિતરાઈ ભાઈઓએ સજોડે ઝેરી દવા ગટગટાવી લેતાં ત્રણેય યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….



