
વાંકાનેર તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ખાલી પડેલ ૦૯ સંચાલક, ૧૨ રસોઈયા તથા ૧૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની હોય, જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન શાખા, વાંકાનેર તાલુકા મામલતદારશ્રીની કચેરીએથી અરજી ફોર્મ મેળવી ૧૪-૧૧-૨૦૨૫ સુધીમાં જમા કરાવવાના રહેશે. આ અરજી અન્વયે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે ઉમેદવારે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીએ સ્વખર્ચે રજુ થવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા વાંકાનેર મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે…



