
વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં જાહેર ખુલ્લી જગ્યામાં નસીબ આધારીત વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા બે આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ ફોન અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલ સાહીત્ય મળી કુલ રૂ. ૩૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે….


બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના લક્ષ્મીપરા માતમ ચોક નજીક જુગારનો દરોડો પાડી જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા હનીફભાઇ ગફારભાઇ રવાણી અને હાજીભાઇ ગફારભાઇ રવાણી વર્લી ફીચરના આંકડા લખેલા કાગળો, બોલપેન, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૪,૯૦૦ના મુદ્દામાલ ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




