વાંકાનેર શહેર નજીક લુણસર ચોકડી પાસે આવેલ ટ્રકના કમાન રીપેરીંગની ગેરેજમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા તસ્કરો દ્વારા દુકાનનું શટર ખોલી દિવાલમાં ખીંતીએ ટીંગાડી રાખેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલ બેગ લઈ નાસી છૂટતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક લુણસર ચોકડી પાસે અર્જુન પ્લાઝામા તાજ કમાન ગેરેજ દુકાન ચલાવતા નદીમખાન રઇશખાન પઠાણ (ઉ.વ. ૨૨)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, અજાણ્યા તસ્કરો દ્વારા ફરિયાદીના ગેરેજનું શટર ખોલી દિવાલમાં ખીંતીએ ટીંગાડી રાખેલ બેગમાંથી એક સોનાની વીંટી, ચાંદીની લક્કી તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 65,691 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોય, જેથી આ બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR