વાંકાનેર શિક્ષણ ક્ષેત્રના ભામાશા અને રાજ્ય સભાના પૂર્વ સાંસદ સ્વ. લલીતભાઈ મહેતાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જવલ અમૃત ચેરીટેબલ ફાઉન્ડેશન, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, વિદ્યાભારતી અને યુવા સંગઠ્ઠના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ શહેરના બંધુસમાજ દવાખાના ખાતે રક્તદાન કેમ્પ, ફ્રી નિદાન કેમ્પ અને રાહત દરેક ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો….
આજરોજ યોજાયેલ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં કુલ 90 જેટલા રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી, જ્યારે 200 થી વધુ દર્દીઓએ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા ફુલ બોડી ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે સંસ્થા વતી કલ્પેન્દુભાઈ મહેતા, અમરશીભાઈ મઢવી, વિનુભાઈ રૂપારેલિયા, પુષ્કરભાઈ, શૈલેષભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…