
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના શિવમંદિર નજીક રોડની સાઈડમાં પાર્ક કરેલ ડમ્પર પાછળ ધડાકાભેર બાઇક અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નિપજયું હોવાની ઘટના સામે આવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના શિવમંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલ એક ડમ્પર પાછળ પુર ઝડપે આવતા બાઇક નં. GJ 36 X 4949 ના ચાલકે કાબૂ ગુમાવતા બાઇક ધડાકાભેર ડમ્પર પાછળ અથડાતા બાઇક ચાલક ધીરેન્દ્રભાઇ ચુન્નુભાઈ તિવારી (ઉંમર ૩૫ વર્ષ, રહે. રફાળેશ્વર, મોરબી) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



