વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના લાકડધાર ગામે બે અલગ અલગ વિદેશી દારૂના દરોડા પાડી 54 બોટલો સાથે બે ઇસમોને ઝડપી પાડી અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે ત્રણ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે આવેલ પાવરહાઉસ નજીકથી આરોપી ચેતન મનસુખભાઇ અણીયારીયા (રહે. લાકડધાર)ને 52 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 65,600) સાથે ઝડપી પાડી આરોપીએ વિદેશી દારૂ રાયસંગપરના રામદેવસિંહ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે રામદેવસિંહને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી….
જ્યારે બીજા દરોડામાં પોલીસે ઢુવાથી લાકડધાર જવાના રસ્તે સદભાવના કારખાના પાસેથી આરોપી અરવિંદ બાબુભાઇ અણિયારિયા (રહે. લાકડધાર)ને 2 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 2800) સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી….