Monday, April 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર-કુવાડવા રોડ પર ગાત્રાળનગર નજીકથી બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો....

    વાંકાનેર-કુવાડવા રોડ પર ગાત્રાળનગર નજીકથી બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો….

    વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર નજીક રોડ પરથી પોલીસે બાઇકમાં વિદેશી દારૂના ચપલાની હેરાફેરી કરવા નિકળેલા એક ઇસમને રંગેહાથ ઝડપી લીધો હતો, જે બાદ આ બનાવમાં અન્ય એક ઇસમનું નામ પણ ખુલતા પોલીસે બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર નજીક રોડ પરથી હિરો સ્પ્લેન્ડર બાઇક નં‌. GJ 36 H 6861 માં વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ મનસુખભાઈ છગનભાઈ સારદીયા (ઉ.વ.૩૩, રહે. નવા કણકોટ તા.વાંકાનેર)ને 20 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી પાડી આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો અન્ય આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (રહે.અગાભી પીપળીયા) પાસેથી મેળવ્યો હોવની કબુલાત આપતાં પોલીસે બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!