Monday, March 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં અબોલ પક્ષીઓ માટે પાણીના કૂંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું...

    વાંકાનેરમાં અબોલ પક્ષીઓ માટે પાણીના કૂંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું…

    ઉનાળાની કડક ગરમી અને પાણીની તંગી દરમિયાન અબોલ જીવોને રાહત મળે તે હેતુથી શહેરના જિનપરા મેઈન રોડ પર શ્રી ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા પાણીના પરબડા (કૂંડા) તથા ચકલીઘરનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાભાવી કાર્યમાં પર્યાવરણપ્રેમીઓ અને નાગરિકોએ સહકાર આપ્યો હતો….

    ઉનાળામાં પાણી અને આશ્રયની અછતને કારણે પક્ષીઓ અને અબોલ જીવોને ભારે તકલીફો વેઠવી પડે છે. આવા સમયે સંવેદનશીલ અભિગમ દાખવી શ્રી ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા દિવસભર કેમ્પ યોજી, માર્ગ પરથી પસાર થતા નાગરિકોને પાણીના કૂંડા અને ચકલીઘર વિતરણ કરીને અબોલ જીવો માટે સેવા કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું…

    આ સેવા કાર્યને બિરદાવવા માટે પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, મોરબી જિલ્લો ભાજપના ઉપપ્રમુખ રસિકભાઈ વોરા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ હરુભા ઝાલા, ભાજપ અગ્રણી જયેન્દ્રસિંહ ઝાલા, તેમજ પર્યાવરણપ્રેમી ભુપતભાઈ છૈયા, રવિભાઈ લખતરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!