
વાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં રહેતા રફીકભાઈ પાલાભાઈ શેખ (ઉ.વ. ૪૦) નામના યુવાને ગઈકાલ સાંજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર રૂમમાં છત પર લગાવેલ હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી યુવાનના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….




