વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના કોઠી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે પર દ્વારકાધીશ હોટલ પાસે વોચ ગોઠવી બાઉન્ડ્રી તરફથી આવતી એક સ્વીફ્ટ ડિઝાયર કાર નં. GJ 08 DG 4303 ને રોકી તલાસી લેતા કારમાંથી 400 લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૮૦,૦૦૦)નો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં કાર ચાલક વિપુલભાઈ મુકેશભાઈ વરાણીયા (રહે. એસાર પેટ્રોલ પંપ પાછળ, ત્રાજપર) અને બરકતશા અલીશાભાઈ શાહમદાર (રહે. એલ.ઈ. કોલેજ રોડ, મોરબી)ની દેશી દારૂ તથા કાર સહિત કુલ રૂ. 5,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં ઝડપાયેલ આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો મંગાવનાર તરીકે મનુભાઈ દોલુભાઈ (રહે. મોરબી) તથા દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિકાસભાઈ (રહે. ડાકવડલા, તા. ચોટીલા)નું નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરોધ ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….