ગુજરાત સરકારનાં ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં ગામતળ બહાર વાડી વિસ્તારમાં વસાહટ કરતા લોકોને ખેતી માટે ઉપયોગમાં ન લેવાતી જમીનમાં રહેણાક મકાન તથા પોતાની આજીવિકાના સાધન માટે વિવિધ હેતુઓ માટે વિજ કનેકશન આપવા સર્વગ્રાહી નિતીમાં સુધારો કરી ગામતળ બહારના મકાનોમાં તલાટી કમ મંત્રીના દાખલાના આધારે વિજ જોડાણ ઠરાવ ક્રમાંક જીવીયુ-૨૦૧૬–૩૮૮૫–ક૧ અંતર્ગત જોગવાઈ કરેલ હોય તેમજ
તા. ૨૪/૦૧/૨૦૧૭ ના ઠરાવમાં સુધારો કરી ખેડુતોને પોલ્ટ્રી ફાર્મ, ફ્લોરમીલ તથા અન્ય હેતુઓ માટે સરળતાથી વિજ જોડાણો આપવાની નિતી નકકી કરેલ હોય છતા વિજ કચેરીઓના અધિકારીઓ દ્વારા આ નિર્ણયોની વિરુદ્ધમાં વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને વિજ જોડાણ આપવાના આ નિર્ણયની વિરૂદ્ધમાં ઠાગાઠૈયા કરી અરજદારો વિજ જોડાણ આપવામાં ન આવતા નાગરિકોને પરેશાનની ભોગવવી પડી રહી હોય ત્યારે આ મામલે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા દ્વારા ગુજરાત સરકારના ઉર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે….