વાંકાનેર તાલુકાના કેરાળા ગામ તથા શહેરની આશિયાના સોસાયટી ખાતે બે રહેણાંક મકાનો પર ગતરાત્રિના વિજળીના કડાકા ભડાકા સાથે આવેલ વરસાદમાં વીજળી પડી હતી, જેના કારણે મકાનોમાં નુકસાની સાથે ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હોવાની વિગતો મળી રહી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની આસીયાના સોસાયટી ખાતે આવેલ જીએસટી ઇન્સ્પેક્ટર નજુભાઈ બાદીના મકાનની છત પર ગતરાત્રીના વિજળી પડી હતી, જેના કારણે છતમાં નુકશાની સાથે મકાનના મોટાભાગના ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા…
બીજા બનાવમાં વાંકાનેરના કેરાળા ગામે બાદી સલીમભાઈ ઉસ્માનભાઈ (માસ્તર)ના ઘરે છત પર વિજળી પડી હતી જેમાં ફ્રીઝ, ટીવી, એસી. સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા. જોકે આ બંને બનાવોમાં સદનસીબે જાનહાનીની ઘટના ટળી હતી….