વાંકાનેરમાં વિદ્યાભારતી સંચાલિત શ્રી કે. કે. શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા ગઇકાલે વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હોય, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોહરા પહેરી 2 કીલોમીટર લાંબી જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવા, પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવો, પક્ષીઓ બચાવો, પાણી બચાવો સહિતના જાગૃતિ નારા સાથે લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો….
આ રેલી માટે વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી હોય, જેમાં ફોરેસ્ટ વિભાગમાંથી આરએફઓ મોનિકાબેન, ફોરેસ્ટ સ્ટાફ, ઓમ શાંતિ સેન્ટરમાંથી પૂજ્ય દિદિ તેમજ પોલીસ સ્ટાફ, ટ્રસ્ટી અમરસીભાઈ મઢવી, પ્રિન્સિપાલ, શિક્ષકો સહીતના જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઈ છૈયા સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી…