
વાંકાનેર શહેરની મોમીન શેરી ખાતે આવેલ જુમ્મા મસ્જિદ સામે બાઈક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગત તા. ૧૬ ના રોજ સાંજના સમયે મસ્જિદ ખાતે નમાઝ માટે આવેલ ફરિયાદીનું બાઇક કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી તોસીફભાઈ અલીભાઈ મુલતાનીએ તેમનું હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ-11-CP-0393 (કિંમત અંદાજે રૂ. 50,000/-) ગત તા. ૧૬ ની સાંજે મસ્જિદ સામે પાર્ક કરી નમાઝ અદા કરવા ગયા હોય, જેમાં ઉતાવળમાં બાઇકમાં ચાવી ભુલાઇ ગઇ હોય, દરમ્યાન નમાઝ પૂર્ણ કર્યા બાદ બહાર આવી તપાસ કરતાં તેમનું બાઈક સ્થળ પરથી ગાયબ હોય, જેમાં કોઈ અજાણ્યો ઈસમ ચાવી ચાલું કરી બાઈક ચોરી કરી લઈ ગયો હોય, જેથી આ અંગે ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસમાં અજાણ્યા ઈસમ સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





