વાંકાનેર તાલુકાના જોધપર ખારી વિસ્તારમાં રહેતી મહિલા પાસે સેન્ટીંગની મજુરીના પૈસાની ઉઘરાણી મામલે એક ઇસમ દ્વારા મહિલાના પુત્ર સાથે ઝઘડો કરતો હોય, જેમાં મહિલા વચ્ચે પડતાં આરોપીએ મહિલાને ઝાપટ મારી, પાડી દઇ મારામારી કરી જાતિ પ્રત્યે હડધૂત કરતાં આ મામલે મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિરુદ્ધ એન્ટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ખારી વિસ્તારમાં રહેતા ફરિયાદી હંસાબેન કલાભાઈ પરમાર (ઉ.વ.૫૨) એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી રમેશભાઈ રતનશીભાઈ ધરજીયા (રહે. જોધપર ખારી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ગતરાત્રીના ફરિયાદીના ઘરે સેન્ટીંગના બાકી પૈસાની ઉઘરાણી માટે આવેલ હોય, જે મામલે ફરિયાદીના પુત્ર સાથે બોલાચાલી ઝઘડો થતાં ફરિયાદી વચ્ચે પડતાં આરોપીએ મહિલાના વાડ ખેંચી, જાપટો મારી પાડી દઇ મારામારી કરી જાતિ પ્રત્યે હડધૂત કરતાં આ મામલે પોલીસમાં આરોપી વિરુદ્ધ એન્ટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm