
વાંકાનેર શહેરમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોય, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં શેરી નં. ૧૩ ખાતે રહેતા ગણપતભાઇ વિરજીભાઇ કુમખાણીયા (ઉ.વ. ૨૫) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઇકાલે પોતાના ઘરે એકલા હોય, ત્યારે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેનાથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



