કેન્દ્રમાં મોદી સરકારના ૧૧ વર્ષની ઉજવણી નિમિત્તે સંકલ્પ એ સિદ્ધિ અભિયાન અંતર્ગત રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આજરોજ વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા જીનપરામાં માંધાતા મંદિર ખાતે 70થી વધારે ઉંમરના વડીલોમાં આયુષ્માન વય વંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું….
આ તકે વાંકાનેર શહેર ભાજપ મંત્રી રમેશભાઈ મકવાણા, યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા, યુવા ભાજપ મહામંત્રી મિતેશભાઇ પાટડીયા, પુર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહ ઝાલા, હરેશભાઈ માણસુરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં અરજદારોને પીવીસી કાર્ડ રમેશભાઈ મકવાણા તરફથી આપવામાં આવ્યા હતા…