
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે JCB વાહનોની લે-વેચનો વ્યાપાર કરતા વેપારી સાથે સપ્ટેમ્બર-2025 માં ઉતરપ્રદેશના એક શખ્સે JCB મશીનના વેચાણના નામે છેતરપિંડી કરી રૂ. 15.21 લાખનું ફ્રોડ આચર્યું હોય, જે બનાવમાં છેતરપિંડી કરનાર સામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આરોપી ભુપેન્દ્રભાઈ ઓમપ્રકાશ (રહે. ૫૯-જન કલ્યાણ માધ્યમિક સ્કુલ, રેવડી રેવડા, મુરાદનગર, ગાજીયાબાદ, ઉતરપ્રદેશ) એ પોતાના કબ્જામાં રહેલું JCB વાહન નં. UT-14-NT-8849 નું વેચાણ કરવાનું કહી ફરીયાદી વેપારી ઝુલ્ફીકારઅલી ઉસ્માનભાઈ બાદી પાસેથી રૂ. 15,00,000 તથા દલાલ મારફતે રૂ. 21,000, આ રીતે કુલ રૂ. 15,21,000 રકમ મેળવી બાદમાં આરોપીએ JCB વાહન ન આપી છેતરપિંડી આચરતાં આ મામલે વેપારીએ આરોપી સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….




