Tuesday, March 3, 2026
More
    Homeમુખ્ય સમાચારઆમાં બાળકો ક્યાંથી ભણે ? : વાંકાનેરના જામસર ગામની પ્રાથમિક શાળા નજીક...

    આમાં બાળકો ક્યાંથી ભણે ? : વાંકાનેરના જામસર ગામની પ્રાથમિક શાળા નજીક વાડીમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ…

    રાજ્ય સરકારના શિક્ષણ સંબંધિત તમામ દાવાઓ પોકળ સાબિત કરતી ઘટના, વાંકાનેર પંથકમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા…

    ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાઓ વચ્ચે પણ બુટલેગરો બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ વાંકાનેર તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શિક્ષણના ધામ સમાન પ્રાથમિક શાળાની બિલકુલ નજીક જ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોય, જેના પર પોલીસે દરોડો પાડી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે….

    બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાની જામસર ચોકડીથી જામસર ગામ તરફ જતા રસ્તે આવેલી પ્રાથમિક શાળા પાસેની એક વાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળે દરોડો પાડતા વાડીમાંથી મોટા પાયે દેશી દારૂ બનાવવાની કામગીરી ચાલતી હોવાનું ખૂલ્યું હતું…‌

    આ બનાવમાં પોલીસે સ્થળ પરથી ૧૦૦ લિટર ગરમ આથો, ૩૦૦ લિટર ઠંડો આથો તથા ૧૫ લિટર તૈયાર ગરમ દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. ૧૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી દશરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શીંહોરા (ઉ.વ. ૩૦, રહે. જામસર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    શાળાની નજીક જ આવા દારૂના અડ્ડા ચાલતા હોવાથી વાલીઓ અને સ્થાનિક શિક્ષણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાનાં બાળકોના માનસ પર આની કેવી અસર પડતી હશે અને “આવા દૂષિત માહોલમાં બાળકો કેવી રીતે શિક્ષણ મેળવી શકે ?” તેવો ગંભીર સવાલ ઉઠી રહ્યો છે, તો બીજી તરફ પંથકમાં ઠેકઠેકાણે ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!