Sunday, August 3, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જાલીડા ગામે અમદાવાદની કંપનીના ભળતા નામે લોખંડના સળીયા બનાવતી કંપનીમાં સીઆઇડી...

    વાંકાનેરના જાલીડા ગામે અમદાવાદની કંપનીના ભળતા નામે લોખંડના સળીયા બનાવતી કંપનીમાં સીઆઇડી ક્રાઇમના દરોડા…

    વાંકાનેરના જાલિડા ગામની સીમમાં આવેલ કારખાનામાં અમદાવાદની કંપનીના ભળતા નામે લોખંડના સળીયા બનાવતા હોય, જે મામલે જાલીડા કારખાનામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડો પાડી રૂ. 32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતા અને રૂદ્ર ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટ લિમિટેડ કાળીયાબીડ ભાવનગર નામની કંપનીમાં હેડ મીડિયા અને એડવર્ટાઈઝિંગ તરીકે ફરજ બજાવતા આદિત્ય અમરીશભાઈ નાગરએ રાજકોટના કુંભારવાડામાં રહેતા યામીન મહમદભાઈ ગાંજા અને અમદાવાદ રહેતા કનૈયાલાલ તુલસીદાસ પટેલ સામે કોપીરાઈટ ભંગ સબબ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હોય,

    જેમાં ફરિયાદીની કંપની રૂદ્રા ટીએમટી લોખંડના સળીયા બનાવતી હોય, ત્યારે વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં ફરિયાદીની કંપનીના ભળતા નામ રૂદ્રાક્ષ ટીએમટી નામે સળીયા બનાવી વેચાણ કરતા આ ઉત્પાદન કે વેચાણ અંગે કારખાનેદાર દ્વારા કોઈ કોપીરાઈટ લીધા ન હોય, જેથી રાજકોટ સીઆઇડી ક્રાઈમ ટીમ દ્વારા વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં તપાસ કરી 32.30 લાખનો મુદામાલ કબ્જે કરી બંને ઇસમો સામે કોપીરાઈટ ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!