
વાંકાનેર ખાતે યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપની સંયુક્ત પહેલથી વાંકાનેર નજીક આવેલા જડેશ્વર જંગલ વિસ્તારમાં વસતા નાના જીવજંતુઓ અને પક્ષીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી એક પ્રેરણાદાયી અને ભાવનાત્મક કામગીરી કરવામાં આવી રહી છે…
આ વિશેષ જીવદયા ઝુંબેશ અંતર્ગત જડેશ્વર જંગલ વિસ્તારમાં વસતા નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીઓ માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના યુવાનો દ્વારા 1000 કરતાં વધુ સૂકા નાળિયેરમાં કાણાં (છિદ્ર) પાડીને તેમાં ‘કીડિયારું’ (લોટ, ખાંડ વગેરેનું મિશ્રણ) ભરી જંગલના અલગ-અલગ સ્થળોએ સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા, જેથી આ નાનકડા જીવોને સરળતાથી લાંબા સમય સુધી ખોરાક મળી રહે. કીડીઓની સાથે સાથે આકાશમાં વિહરતા પક્ષીઓની પણ વિશેષ ચિંતા અંતર્ગત જંગલના વિવિધ વૃક્ષો પર પક્ષીઓ માટે કૂંડા લટકાવી તેમાં દાણા તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





