મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવા માટે આગામી તા. ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર અને તાલીમ નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા આ ભરતી મેળો યોજાઈ રહ્યો છે….

આ ભરતી મેળો વાંકાનેર આઈ.ટી.આઈ. ખાતે યોજાશે, જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત ઉદ્યોગો અને કંપનીઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની સીધી પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. નોકરી મેળવવા ઈચ્છુક નોન-મેટ્રિક, એસ.એસ.સી. (SSC), એચ.એસ.સી. (HSC), આઈ.ટી.આઈ. (ITI) અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદાવાળા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા બાયોડેટા સાથે નિયત સમય અને સ્થળે સ્વખર્ચે હાજર રહેવું રહેશે.

વિશેષ વાત એ છે કે, જેમણે હજુ સુધી રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ આ ભરતી મેળામાં સીધા હાજર રહીને પસંદગી પ્રક્રિયામાં જોડાઈ શકશે. જેથી મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જિલ્લાના વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47



