વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકમાં પસાર થતાં રાતીદેવરી ગામના પરિવારનું બાઇક આગળ જતા ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં સવાર પાંચ વર્ષીય માસુમ બાળકીનું મોત થયું હતું, જ્યારે માતા-પિતા અને એક બાળકી એમ કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રીજ પાસે આજરોજ સાંજે સાથ વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતા રાતીદેવરી ગામના વતની પરિવારને અકસ્માત નડયો હતો, જેમાં બાઇક આગળ જતા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રિતિ મયુરભાઈ નામની પાંચ વર્ષીય માસુમ બાળકીનું મોત થયું હતું, જ્યારે તેના પિતા મયુરભાઈ રમેશભાઈ પરબતાણી, માતા ભાવુબેન મયુરભાઈ અને હેમાંશી મયુરભાઈ નામની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….