
વાંકાનેર શહેરની સલોત શેરીમાં રહેતા ફરિયાદી ઈરફાનભાઈ અબ્દુલભાઈ કાજી (ઉ.વ. ૩૯) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પુત્ર તથા તેનો મિત્ર પોતાની સાયકલ લઈને ગ્રીનચોક નજીક સીટી સ્ટેશન રોડ પર પસાર થતા હોય, ત્યારે સામેથી પૂર ઝડપે આવતા એક એકટીવા બાઈક નં. GJ 36 AQ 4650ના ચાલકે બેદરકારી પુર્વક પોતાનું વાહન ચલાવી સાયકલ સવાર બંને બાળકોને હડફેટે લઇ અકસ્માત સર્જી નાસી જતાં બંને બાળકોને ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે એકટીવા ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….




