
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે માથાભારે શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે સરકારી જમીન પર બંને ઇસમો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા…


આ કાર્યવાહીમાં પોલીસે શરીરસંબંધી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપી જુમ્મો ઉર્ફે અનવર કાળુ શેખ (રહે. ચંદ્રપુર નાળા પાસે, વાંકાનેર) દ્વારા સરકારી જમીન પર કરાયેલ આશરે 80 ચોરસ મીટરનું અનધિકૃત દબાણ દૂર કરાયું હતુ તેમજ મિલકત સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમ નવઘણ ભલુભાઈ વિકાની (રહે. નવાપરા દેવીપૂજક વાસ પાસે, વાંકાનેર) દ્વારા સરકારી જમીન પર કરાયેલ આશરે 80 ચોરસ ફૂટનું ગેરકાયદેસર દબાણ જમીન દોસ્ત કરાયું છે. આ દબાણ હટાવવાની કામગીરી વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને સિટી પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવી હતી….




