Thursday, February 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ગારીડા ગામ નજીક હાઇવે પર ભેખડ પાસે અજાણ્યા પુરુષે લીમડાના ઝાડ...

    વાંકાનેરના ગારીડા ગામ નજીક હાઇવે પર ભેખડ પાસે અજાણ્યા પુરુષે લીમડાના ઝાડ નીચે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના ગારીડા ગામ હાઇવે રોડ પર આવેલ તીરથ હોટલની સામે ખોડીયાર માતાની ભેખડ પાસે એક અજાણ્યા પુરુષે લીમડાના ઝાડ નીચે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા ગારીડા ગામ નજીક હોટલ તિરથ સામે ખોડીયાર માતાની ભેખડ પાસે ગઇકાલ સાંજના સમયે અંદાજે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષે ભેખડથી થોડે નીચે લીમડાના ઝાડ સાથે ગુલાબી રંગની ચાદરના લાંબા લીરા વડે ગળાફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

    ઘટનાની જાણ થતાં તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી મૃતકની લાશને નીચે ઉતરી પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે, જેથી ઉપરોક્ત તસ્વીર મુજબના વ્યક્તિની ઓળખ મળે તો તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!