Wednesday, February 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવના દર્દીઓની...

    વાંકાનેર પંથકમાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવના દર્દીઓની સંખ્યામાં ઉછાળો‌….

    છેલ્લા દસેક દિવસથી વાંકાનેર પંથકમાં શરદી, ઉધરસ અને તાવ સહિતની વાયરલ બીમારીઓએ અજગરી ભરડો લેતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ દર્દીઓની સંખ્યામાં અંદાજે 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે….

    દિવસ દરમિયાન ઉનાળાની ગરમી અને રાત્રે ઠંડી જેવી મિશ્ર ઋતુના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા વાયરલ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ખાસ કરીને બાળકોમાં રોજિંદા કેસોમાં ડબલ વધારો નોંધાયો છે, જેને લઈ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે….

    વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં અગાઉ રોજિંદા સરેરાશ ૧૮૦-૨૦૦ જેટલા શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાતા હોય, જ્યારે છેલ્લા દસેક દિવસથી આ આંકડો વધીને ૨૮૦થી વધુ દર્દીઓ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ વધી હોવાની માહિતી મળી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, વાયરલ બીમારીઓના વધતા કેસો છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ વિશેષ તકેદારી કે આગોતરા પગલાં લેવામાં ન આવતા બિમારી ઝડપથી ફેલાઈ રહી છે. આ સ્થિતિમાં તબીબો દ્વારા લોકોને બિનજરૂરી ઠંડી-ગરમીથી બચવા, સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું પાણી પીવા અને તાવ કે ઉધરસના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!