Monday, June 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરમાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત, કારને હડફેટે...

    વાંકાનેર શહેરમાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત, કારને હડફેટે લઇ નાસી છુટયો….

    વાંકાનેર શહેરની મધ્યમાં સિંધાવદર દરવાજા પાસે એક્સિસ બેન્કની સામે આજરોજ બપોરના સમયે માતેલા સાંઢની માફક દોડતા ઓવરલોડેડ ખનીજ ભરેલા ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફામ ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં અહીંથી પસાર થતી એક કારને સાઈડમાંથી હડફેટે લઇ કારનો કચ્ચરઘાણ વાળી દીધો હતો, જોકે સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકનો બચાવ થયો હોવાની વિગતો મળી રહી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના સિંધાવદર દરવાજા નજીક જવાસા રોડ પર એક્સિસ બેન્કની સામે આજરોજ બપોરના સમયે વાંકાનેર શહેરમાં માતેલા સાંઢની માફક બેફામ દોડતા એક ઓવરલોડેડ ખનીજ ભરેલા ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફામ ચલાવી એક કારને સાઈડમાંથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકનો બચાવ થયો હતો પરંતુ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જે બાદ અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટયો હતો….

    અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેરના પંચાસર બાયપાસ પર ધીમીગતિએ ચાલતા પુલની મરામત કામગીરીના કારણે શહેરમાં સતત વધતા હેવી વાહનોના ટ્રાફિકના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા હોય, ત્યારે બે દિવસ પૂર્વે પણ માર્કેટ ચોક ખાતે ડમ્પર ચાલકે બે બાઈક ચાલકોને હડફેટ લેતા અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જે બાદ ફરી આવો બનાવ સામે આવતા વાંકાનેર શહેરમાં બેફામ ઓવરલોડેડ ખનીજ ભરેલા ડમ્પર ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે, જેની સામે પોલીસ તંત્ર અને વાંકાનેરની પ્રથમ હરોળની નેતાગીરી પણ વામણી સાબિત પુરવાર થઇ રહી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!