Saturday, February 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં ડબલચાલી શેરીમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસનો દરોડો, સાત પત્તા...

    વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં ડબલચાલી શેરીમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસનો દરોડો, સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા….

    વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ડબલચાલી શેરીમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડી ખુલ્લા પટમાં‌થી જુગાર રમતા ૧). ગફુરભાઇ ઇસ્માઇલભાઇ મોવર (ઉ.વ. ૫૦), ૨). બીલાલભાઇ વલીમામદભાઇ આંબલીયા (ઉ.વ. ૩૬), 3). સબીરભાઇ હાસમભઇ કટીયા (ઉ.વ. ૩૧), ૪). અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા (ઉ.વ. ૫૫),

    ૫) મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા (ઉ.વ. ૫૫), ૬) રશુલભાઇ રહીમભઇ મોવર (ઉ.વ. ૩૦) અને ૭) હાસમભાઇ દોશમામદભાઇ મોવર (ઉ.વ. ૩૦)ને ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૨૯,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!