વાંકાનેર શહેરના રામ ચોક વિસ્તારમાં આવેલી શુક્લ શેરીમાં ધુળેટીના તહેવાર દરમિયાન નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બાળકો દ્વારા સાયકલ મૂકવા અને મોબાઈલમાં વિડિયો ઉતારવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પતિ-પત્નીએ મહિલા સહિતના પાડોશીઓ પર ગાળો ભાંડી, પથ્થર અને લાકડીઓ વડે હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના રામ ચોકની શુક્લ શેરીમાં રહેતા ફરિયાદી ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પાડોશમાં આરોપી ૧). જયોતિકાબેન બટુકભાઇ ગોરધનભાઇ મેઘાણી અને ૨). બટુકભાઇ ગોરધનભાઇ મેઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને તેમના મિત્રોના બાળકો શેરીમાં ધુળેટી પર્વ નિમિત્તે કલર અને પાણીથી રમી રહ્યા હોય દરમિયાન બાળકો સાયકલ પર બેસીને મોબાઈલથી વિડિયો ઉતારી સાયકલ આરોપીના ઘર પાસે મૂકી હોય,
જે બાદ જ્યોતિકાબેન ત્યાં આવી બોલાચાલી શરૂ કરતાં બાળકોના વાલીઓ વાતચીત કરવા આરોપીના ઘર પાસે જતા આરોપી બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઇ બેફામ ગાળો બોલીને છુટા પથ્થર તથા ઈંટોના ઘા કરી તથા લાકડી વડે ફરિયાદી અને તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો, જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



