
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવરી ગામની સરકારી શાળા પાછળ ખરાવાડમાં ખુલ્લા પટમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). અલાઉદીન વલીભાઈ માણસીયા, ૨) બાવજીભાઈ સીદાભાઈ વોરા, ૩). કીશોરભાઇ હેમંતભાઈ વોરા, ૪). પંકજભાઈ રામકૃષ્ણભાઈ કુબાવત અને ૫). ભરત નવીનભાઈ વોરાને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૩૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….


વાંકાનેરના ધર્મચોક નજીકથી વરલી ફિચરના જુગાર રમતા એક ઝડપાયો…
વાંકાનેર શહેરના ધરમચોક એસપી પાન નજીકથી સીટી પોલીસ ટીમે આરોપી જુનેદ યાકુબભાઈ ભટ્ટી (રહે. નવાપરા)ને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રૂ. ૨૧૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….




