Friday, October 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતીદેવરી ગામે નાર્કોટિક્સ ગુનામાં ગાંજાની ખેતી કરતાં ઝડપાયેલ આરોપીના જામીન મંજુર...

    વાંકાનેરના રાતીદેવરી ગામે નાર્કોટિક્સ ગુનામાં ગાંજાની ખેતી કરતાં ઝડપાયેલ આરોપીના જામીન મંજુર કરતી હાઇકોર્ટ….

    વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામેથી મોરબી એસઓજી ટીમે થોડા સમય પહેલા આરોપી બચુભાઈ રાણાભાઈ સાંકરીયા (ઉ.વ. ૮૦)ને ગાંજાની ખેતી કરતાં રંગેહાથ 11.66 કીલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હોય, જે બાદ આરોપી દ્વારા પોતાના વકીલ હરીસિંહ સોઢા તથા મયુરસિંહ પરમાર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટ દ્વારા એનડીપીએસ નાર્કોટિક્સના ગુનામાં આરોપીને શરતી જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે હરીસિંહ સોઢા, વાંકાનેર બાર એસોસિયેશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય બાંભવા, મિતુલ ખરગીયા, યોગીરાજસિંહ ઝાલા સહિતના રોકાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!