
સ્વ. ડો.રમણીકભાઈ મહેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મેગા નિદાન કેમ્પનું વિશાળ આયોજન...: અલગ અલગ છ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો કેમ્પમાં સેવા આપશે….
વાંકાનેર શહેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ (દેવદયા) દ્વારા આવતીકાલ રવિવારે સંસ્થાના મોભી સ્વ. ડો.રમણીકભાઈ મહેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અલગ અલગ છ વિભાગોમાં ૧). કાન-નાક-ગળાના નિષ્ણાંત, ૨). ચામડીના રોગોના નિષ્ણાંત, ૩). હાડકા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ૪). મગજ-માનસિક રોગો તથા વ્યસન મુક્તિના નિષ્ણાંત, ૫). ડાયાબિટીસના નિષ્ણાંત તેમજ ૬). મગજ અને કરોડરજ્જુના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપશે, જેથી આ નિદાન કેમ્પનો લાભ લેવા માટે વાંકાનેર તથા આજુબાજુના વિસ્તારોના નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપવા જણાવાયું છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





