
મોરબી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોય, જે અંતર્ગત મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.)ની ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી લીધો છે….
પકડાયેલ આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોળ (રહે. લાતી પ્લોટ, મોરબી) પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. મળેલી બાતમીના આધારે એલ.સી.બી. ટીમે મોરબી જિલ્લામાંથી જ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





