Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ખેરવા ગામના વતની કોર્ટમાં સિનિયર ક્લાર્ક ભગીરથસિંહ ઝાલાની ડેપ્યુટી રજીસ્ટાર તરીકે બઢતી...

    વાંકાનેરના ખેરવા ગામના વતની કોર્ટમાં સિનિયર ક્લાર્ક ભગીરથસિંહ ઝાલાની ડેપ્યુટી રજીસ્ટાર તરીકે બઢતી કરાઇ…

    વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની તથા વાંકાનેર કોર્ટના પૂર્વે સિનિયર ક્લાર્ક અને હાલ મોરબી કોર્ટમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં ભગીરથસિંહ હરદેવસિંહ ઝાલાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ–મોરબી ખાતે ડેપ્યુટી રજિસ્ટાર તરીકે બઢતી સાથે નિમણૂક કરવામાં આવી છે.‌..

    લાંબા સમયથી ન્યાયિક વિભાગમાં નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલાની કામગીરીને ધ્યાને લઈ તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ બઢતીથી ખેરવા ગામ તેમજ વાંકાનેર તાલુકામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ભગીરથસિંહ ઝાલાની આ સિદ્ધિ બદલ મિત્રો, સગા–સંબંધીઓ, સહકર્મીઓ અને ગ્રામજનો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહેતો થયો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!