Saturday, April 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેર તાલુકા પંચાયતની 24 તથા મોરબી જીલ્લા પંચાયતના 7 બેઠકો પર કોંગ્રેસ...

    વાંકાનેર તાલુકા પંચાયતની 24 તથા મોરબી જીલ્લા પંચાયતના 7 બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારીપત્રો ભરાયાં, જુઓ સંપૂર્ણ યાદી….

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં અને ખાસ કરીને વાંકાનેર પંથકમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી જંગ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો અને મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તાર હેઠળ આવતી 7 બેઠકો માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ભારે ઉત્સાહ સાથે પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે.

    કોંગ્રેસના નેતૃત્વ, હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજરોજ અંતિમ ઘડીએ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જાહેર કરાયેલા તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો, સ્થાનિક કાર્યકર્તાઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભર્યા હતા….

    વાંકાનેર તાલુકાની 7 જીલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી….

    ૧). ચંદ્રપુર સીટ – ઇસ્માઇલ ફતેભાઈ શેરસીયા
    ૨). ઢુવા સીટ – પરશનબેન દાનાભાઈ ઝરવરીયા
    ૩). મહિકા સીટ – યશવંતબા કિર્તિરાજસિંહ વાળા
    ૪). લુણસર – પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા
    ૫). કોઠી – પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી
    ૬). તીથવા – મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર
    ૭). પંચાસીયા – કુલસુમબેન અકબરભાઈ બાદી

    વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટો માટે કોંગ્રેસના ઉમેદવારોની યાદી…

    ૧). અરણીટીંબા – જેનમબેન મહમદઇદ્રીશ કડીવાર
    ૨). ચંદ્રપુર – રૂપસીંગ પરથીભાઈ ચૌહાણ
    ૩). ચિત્રાખડા – કનુબેન સુરેશભાઈ ડાભી
    ૪). ઢુવા – જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા
    ૫). ગાંગીયાવદર – શોભનાબેન પ્રવિણભાઇ બાવળીયા
    ૬). ગારીયા – દુધીબેન મનસુખભાઈ થુલેટીયા
    ૭). હસનપર – સોનલબેન ઔતમભાઈ ધામેચા
    ૮). જેતપરડા – નારણભાઈ નાથાભાઈ કેરવાડીયા

    ૯). કણકોટ – નાનજીભાઈ જીવાભાઈ ગોરીયા
    ૧૦). ખખાણા – રસીકકુમાર હરજીભાઈ ચૌહાણ
    ૧૧). કોઠી – ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા
    ૧૨). લુણસર – મુક્તાબેન અનિલભાઈ ગોરીયા
    ૧૩). મહિકા – ફાતુબેન યુનુસભાઈ શેરસીયા
    ૧૪). માટેલ – નિલેશભાઈ મગાભાઈ દેકાવાડીયા
    ૧૫). મેસરીયા – જશુબેન સાદુલભાઈ ભુસડીયા
    ૧૬). પંચાસર – ધનશ્યામસિંહ લખુભા ઝાલા

    ૧૭). પંચાસીયા – ઈરફાનભાઈ હુસેનભાઇ ચૌધરી
    ૧૮). પીપળીયા રાજ – હુસેનભાઇ વલીભાઈ શેરસીયા
    ૧૯). રાજાવડલા – અકબરભાઈ અમીભાઈ વડાવીયા
    ૨૦). રાતડીયા – કિશોર રામજીભાઈ સાકરીયા
    ૨૧). રાતીદેવરી – ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવાર
    ૨૨). સરધારકા – ગિરીરાજસિંહ નાનુભા ઝાલા
    ૨૩). સિંધાવદર – મહુલીયા ચંદ્રિકાબેન રાજેશભાઈ
    ૨૪). તિથવા – ગુલશનબાનુ સોયબભાઈ બાદી

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!