Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 300 મણ મગફળી ખરીદવા...

    વાંકાનેર ખાતે કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 300 મણ મગફળી ખરીદવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

    વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો પાસેથી 300 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી અથવા રૂ. 1,35,000 વળતર ચૂકવવા માંગ કરાઇ…

    વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ખેડૂતોના હિતમાં મહત્વની રજૂઆત કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર પંથકના ખેડૂતો પાસેથી 300 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા અથવા રજીસ્ટ્રેશન દીઠ ખેડૂતોને ₹1,35,000 વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….

    આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, એ.પી.એમ.સી.ના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયા, જિલ્લા પંચાયત સભ્ય કરસનભાઈ લુંભાણી, નારણભાઈ કેરવાડિયા, આબિદભાઈ ગઢવારા, જશુભાઈ ગોહિલ, દાનાભાઈ, ડો. રૂકમુદીન માથકીયા, ફારુકભાઈ કડીવાર, ગનીભાઈ પટેલ, મૂળજીભાઈ રાઠોડ, વાલજીભાઈ, એહમદભાઈ, ઉસ્માનભાઈ સહિતના ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!